VIDEO: ગોધરા: વટલાવ પ્રાથમિક શાળાને મર્જ કરવાના વિવાદ વચ્ચે ગ્રામજનોએ શિક્ષણ કાર્ય અટકાવ્યું
સોર્સ : gstv
પંચમહાલના ગોધરા તાલુકાની વટલાવ પ્રાથમિક શાળામાં શિક્ષકોની બદલી અને શાળા મર્જ કરવાના વિવાદને લઈને ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કરી શિક્ષણ કાર્ય અટકાવી દીધું છે. અગાઉ ફળિયાની શાળાને મુખ્ય શાળામાં મર્જ કરવાનો આદેશ અપાયો હતો… ધારાસભ્યની દરમિયાનગીરીથી શાળા મર્જ કરવાનો નિર્ણય પરત ખેંચાયો હતો, પરતું ત્યારબાદ પણ બાળકોની હાજરી મુખ્ય શાળામાં ગણવાની અને શિક્ષકોની અન્યત્ર બદલી કરવાની બાબતોથી ગ્રામજનો ફરી રોષે ભરાયા હતા.... સ્થાનિક લોકોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પર મનમાની કરવાનો અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડવાનો ગંભીર આક્ષેપ કર્યો છે, જેના કારણે શાળામાં તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું છે.

