VIDEO: ગોધરા સબજેલમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી: જેલના સળિયા પાછળ ગુંજ્યા આદિવાસી ગીતો!
સોર્સ : gstv
પંચમહાલ જિલ્લાની ગોધરા સબજેલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની અત્યંત ધામધૂમપૂર્વક અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે જેલમાં બંધ બંદીવાનોએ પોતાના પરંપરાગત આદિવાસી નૃત્ય અને ગીતોની રમઝટ બોલાવીને સંસ્કૃતિ અને વારસાને જીવંત કર્યો હતો. જેલના સળિયા પાછળ પણ આદિવાસી સંસ્કૃતિ, કલા અને પરંપરાની એક અનોખી ઝલક જોવા મળી હતી. બંદીવાનોએ એકસાથે મળીને નાચગાન સાથે ઉત્સવ મનાવતાં જેલના નીરસ વાતાવરણમાં ક્ષણભર માટે આનંદનો સંચાર થયો હતો. આ અનોખા આયોજનના કારણે ગોધરા સબજેલના સમગ્ર પરિસરમાં ભારે ઉત્સાહ, ઉમંગ અને હર્ષોલ્લાસનો માહોલ સર્જાયો હતો.

