VIDEO: ગોધરા / કોઠી ત્રણ રસ્તા નજીક આવેલા કુલરના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી
સોર્સ : gstv
પંચમહાલ જિલ્લાના ગોધરામાં મોડીરાત્રે આગની ઘટના સામે આવી છે. શહેરના કોઠી ત્રણ રસ્તા નજીક આવેલા કુલરના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઊઠતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે વિવિધ કંપનીઓના કુલરો અને અન્ય માલસામાન બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આગ કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. પ્રાથમિક અંદાજ મુજબ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

