Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Dissolution of Shriji with procession on the seventh day in the city

VIDEO: શહેરામાં સાતમાં દિવસે શોભાયાત્રા સાથે શ્રીજીનું વિસર્જન

Timeછેલ્લું અપડેટ : 21 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં ગણેશ ઉત્સવના સાતમાં દિવસે ભારે ભક્તિભાવ અને ઉલ્લાસપૂર્વક દૂધાળા દેવ શ્રીજીને વિદાય આપવામાં આવી. ગણેશ ચતુર્થીએ સ્થાપિત કરાયેલા વિઘ્નહર્તાની છ દિવસ આતિથ્ય માણ્યા બાદ સાતમાં દિવસે વિધિવત પૂજા-અર્ચના સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. પરવડી બજારથી પ્રસ્થાન થયેલી આ શોભાયાત્રામાં ૧૩ મુખ્ય ગણેશ મંડળો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઢોલ-નગારા અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. હોળી ચકલા, મેઈન બજાર, સિંધી ચોકડી અને ઘાંચીવાડ થઈ આ યાત્રા શહેરાના મુખ્ય તળાવ પહોંચી હતી, જ્યાં ૨૦૦થી વધુ નાની-મોટી પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું.

App Store