Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : After the incident of a child being stolen from the sidewalk, the family got a house,

વહીવટી તંત્રની માનવતા: ફૂટપાથ પરથી બાળક ચોરાયાની ઘટના બાદ પરિવારને મળ્યું ઘર, સરકારી આવાસની ફાળવણી

Timeછેલ્લું અપડેટ : 17 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હાલોલ: કહેવાય છે કે ‘જાગ્યા ત્યાંથી સવાર’, પંચમહાલના હાલોલમાં બનેલી એક ઘટનાએ તંત્રને હચમચાવી દીધું અને પરિણામે એક ગરીબ પરિવારને કાયમી આશરો મળ્યો છે. ફૂટપાથ પર સૂતેલા દંતાણી પરિવારનું પાંચ માસનું બાળક ચોરાયાની ઘટનામાં પોલીસે બાળકને તો શોધી આપ્યું, પરંતુ વહીવટી તંત્રએ આ પરિવારને ભવિષ્યમાં આવી મુસીબત ન પડે તે માટે માનવતાના ધોરણે સરકારી આવાસ ફાળવી આપ્યું છે.

App Store

શું હતી સમગ્ર ઘટના?

હાલોલમાં ફૂટપાથ પર ખુલ્લા આકાશ નીચે સૂઈ રહેલા આશાબેન દંતાણીના પાંચ માસના માસૂમ બાળકને મધરાતે એક મહિલા ઉઠાવીને લઈ ગઈ હતી. હાલોલ પોલીસે ગણતરીના કલાકોમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને ઔદ્યોગિક વિસ્તારમાંથી બાળક ચોરનાર મહિલા અને તેના પતિને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે સંતાન ન હોવાને કારણે તે મહિલાએ બાળક ચોર્યું હતું.

બાળક પરત મળ્યું પણ સુરક્ષાનો પ્રશ્ન ઊભો રહ્યો

બાળક પરત મળ્યા બાદ પંચમહાલ જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત અને હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલના ધ્યાનમાં આવ્યું કે, જો આ પરિવાર પાસે માથે છત હોત તો કદાચ આ ઘટના બની જ ન હોત. ફૂટપાથ પર રહેવાની મજબૂરીએ જ બાળકને અસુરક્ષિત બનાવ્યું હતું. આ બાબતને ગંભીરતાથી લઈ વહીવટી તંત્રએ તાત્કાલિક નિર્ણય લીધો હતો.

હવે આશાબેનનો પરિવાર રહેશે પાકા મકાનમાં

હાલોલ નગરપાલિકા દ્વારા આશાબેન દંતાણી અને તેમના પરિવારને હાલોલના જાંબુડી વિસ્તારમાં સરકારી આવાસની ફાળવણી કરવામાં આવી છે. જે પરિવાર વર્ષોથી કડકડતી ઠંડી, તડકો અને વરસાદ ફૂટપાથ પર સહન કરતો હતો, તે હવે પાકા મકાનમાં સુરક્ષિત રીતે રહી શકશે. પંચમહાલ પોલીસ અને નગરપાલિકાના આ સયુંકત સેવાયજ્ઞની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.