VIDEO: વડાપ્રધાન મોદીના જન્મદિવસે શહેરા તાલુકામાં ૧૪૦૦ પોષણ કીટનું વિતરણ કરાયું
સોર્સ : gstv
વડાપ્રધાન મોદીના જન્મદિવસે પંચમહાલના શહેરા તાલુકામાં વિશેષ સેવાકીય કાર્યક્રમ યોજાયો.... ધારાસભ્ય જેઠા ભરવાડના હસ્તે તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પરથી જોખમી સગર્ભા માતાઓ અને ટીબીના દર્દીઓને કુલ ૧૪૦૦ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું....આ અવસરે ધારાસભ્યે વડાપ્રધાનને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે સમાજના છેવાડાના માનવીને ઉત્તમ આરોગ્ય સેવાઓ પૂરી પાડવી આપણી નૈતિક ફરજ છે. આ પૌષ્ટિક આહારથી લાભાર્થીઓનું સ્વાસ્થ્ય સુધરશે. આ લોકકલ્યાણકારી કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, સ્ટાફ અને મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહીને આ સેવાકીય અભિયાનને સફળ બનાવ્યું હતું.

