Navsari: દરિયાકાંઠાના 6 ગામોમાં પાણી માટે હાહાકાર; નહેર બંધ થતા 10 હજાર લોકો તળાવનું ખારું પાણી પીવા મજબૂર
સોર્સ : gstv
નવસારીના દરિયા કાંઠાના 6 ગામોમાં મીઠા પાણીની ભારે તંગી છે. ઊભરાટ, દાંતી, દીપલા, બોરસી, વાસી અને દીવાદાંડી માછીવાડ ગામના 10 હજારથી વધુ લોકોને જૂથ પાણી યોજનાના નહેરના પાણી પર આધાર રાખવો પડે છે. ઉકાઈ ડાબા કાંઠા નહેરના સમારકામને કારણે છેલ્લા 5 દિવસથી પાણીનું રોટેશન બંધ છે, જેના કારણે ગ્રામજન તળાવના ખારા પાણીનો ઉપયોગ કરવા મજબૂર છે. તળાવનો પાણી સંગ્રહ માત્ર 28 દિવસ પૂરતો છે અને પૂરવઠા વિભાગ દ્વારા ઉકેલ માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ગ્રામજનો નહેર પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરી રહ્યા છે.

