Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Accused Faizan Sheikh, arrested by ATS, produced in court, 12-day remand granted

Navsari news: ATSએ ઝડપેલા આરોપી ફૈઝાન શેખને કોર્ટમાં રજૂ કરાયો, 12 દિવસના રિમાન્ડ મંજૂર

Timeછેલ્લું અપડેટ : 27 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Navsari news: ATSએ ઝડપેલા આરોપી ફૈઝાન શેખને કોર્ટમાં રજૂ કરાયો, 12 દિવસના રિમાન્ડ મંજૂર
સોર્સ : GSTV

નવસારીના ઝારાવાડ વિસ્તારમાંથી ગુજરાત ATS એ આતંકવાદી ષડયંત્ર કેસમાં ફૈઝાન શેખ નામના યુવાનની ધરપકડ કરી છે. 25 જાન્યુઆરી, 2026 ના રોજ થયેલી આ ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી ATS એ તેના 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.ફૈઝાન શેખ હાલમાં નવસારીના ચારપુલ વિસ્તારમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના ડુંડાવાલા, નરપત નગરનો વતની છે.

App Store

 નવસારીમાં ટેલરિંગનું કામ કરીને રોજગારી મેળવતો

તે છેલ્લા કેટલાક વર્ષોથી નવસારીમાં ટેલરિંગનું કામ કરીને રોજગારી મેળવતો હતો, જ્યાં મોટા પાયે જોબ વર્ક થાય છે અને ઉત્તર પ્રદેશના કારીગરો કામ કરે છે.ATS ના જણાવ્યા અનુસાર, ફૈઝાન શેખ જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા જેવા આતંકવાદી જૂથોની વિચારધારાથી કટ્ટરપંથી બન્યો હતો. તેના પર આતંક અને ભય ફેલાવવા માટે ચોક્કસ વ્યક્તિઓની હત્યા કરવાના ઇરાદે ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળો મેળવવાનો આરોપ છે.

 ફૈઝાન શેખ પાસેથી ગેરકાયદેસર હથિયારો અને વિસ્ફોટક દારૂગોળાનો જથ્થો પણ મળી આવ્યો

તપાસ દરમિયાન, આરોપી ફૈઝાન શેખ પાસેથી ગેરકાયદેસર હથિયારો અને વિસ્ફોટક દારૂગોળાનો જથ્થો પણ મળી આવ્યો છે. પોલીસને શંકા છે કે તે રાજ્યના સંવેદનશીલ સ્થળોએ હુમલો કરવાની ફિરાકમાં હતો.હાલમાં, ATS ની ટીમ તેની સઘન પૂછપરછ કરી રહી છે જેથી તેના અન્ય સાગરીતો અને તેને આર્થિક મદદ પૂરી પાડતા નેટવર્ક વિશે વધુ માહિતી મેળવી શકાય. આ ઘટના બાદ નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા દેખરેખ વધારી દેવામાં આવી છે

ટોપિક્સ:atsgstvgujarat state