VIDEO: નવસારીમાં દારૂની ખેપ મારતી મહિલા બુટલેગરનો વિડીયો વાયરલ
સોર્સ : gstv
નવસારી જિલ્લાના મરોલી-ઉંભરાટ રોડ પર દારૂ લઈ જતી હોવાનો આક્ષેપ ધરાવતી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટીવીએસ મેસ્ટ્રો ગાડી પર શંકાસ્પદ વસ્તુ લઈ જતી મહિલાને ગામના કેટલાક યુવાનોએ રસ્તામાં રોકી હતી. પૂછપરછ દરમિયાન મહિલાની પાસે દારૂ હોવાનો મામલો સામે આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગામમાં ખુલ્લેઆમ દારૂ મળતો હોવાની ચર્ચા વચ્ચે યુવાનોએ શંકાના આધારે મહિલાને રોકી હોવાનું સામે આવ્યું છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મરોલી પોલીસે મહિલાવિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે મહિલાની ધરપકડ કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે. મરોલી અને ઉંભરાટ વિસ્તારમાં આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ વાયરલ થયેલા આ વીડિયાને પગલે નવસારી જિલ્લામાં દારૂના મુદ્દે ફરી ચર્ચા શરૂ થઈ છે.

