Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Heavy traffic jam caused due to overload truck accident on National Highway 48 in Navsari

VIDEO: નવસારીમાં નેશનલ હાઈવે 48 પર ઓવરલોડ ટ્રક અકસ્માતના કારણે સર્જાયો ભારે ટ્રાફિક જામ

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવસારીમાં નેશનલ હાઈવે નંબર 48 પર અમદાવાદથી મુંબઈ જતા ટ્રેક પર નિરાલી હોસ્પિટલ નજીક એક ઓવરલોડ ટ્રક અકસ્માતનો ભોગ બનતા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામના દશ્યો સર્જાયા હતા. આ અકસ્માતની પ્રાથમિક માહિતી મુજબ ટ્રક ઓવરલોડ હોવાને કારણે આ દુર્ઘટના ઘટી હતી, જેના કારણે દૂર-દૂર સુધી વાહનચાલકો અટવાઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નવસારી ગ્રામ્ય પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ ટ્રાફિકને હળવો કરી વધુ તપાસ હાથ ધરી હતી. સદનસીબે, અકસ્માત બાદ ટ્રકનો કેબિનનો કાચ અને દરવાજો તોડીને ડ્રાઇવરને હેમખેમ અને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો, જેનાથી મોટો જાનમાલ ટળી ગયો હતો.

App Store