VIDEO: નવસારીમાં મોડી રાત્રે પૂર્ણા નદીના પાણી પ્રવેશતા કાલીયાવાડી વિસ્તારમાં પાણીના પ્રવાહમાં કાર ફસાઈ
સોર્સ : gstv
નવસારી શહેરમાં મોડી રાત્રે પૂર્ણા નદીનું પાણી પ્રવેશતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના કાલીયાવાડી વિસ્તારમાં પાણીના પ્રવાહ વચ્ચે એક કાર ફસાઈ જવાની ઘટના સામે આવી હતી. કારચાલક પાણીના પ્રવાહમાં પોતાનું વાહન લઈને પ્રવેશતા કાર વચ્ચે જ અટવાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા અને ભારે જહેમત બાદ કારચાલકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.

