VIDEO: ખેરગામમાં હિંસા મામલે નવસારી કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરાઈ
સોર્સ : gstv
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પૂર્વે ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા બાદ ફાટી નીકળેલી હિંસા મામલે નવસારી કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરાઈ હતી. આ ઘટનામાં અનંત પટેલ સહિત કોંગ્રેસી આગેવાનો સામે તોડફોડ, લૂંટ અને રાયોટિંગના ગુના નોંધાયા હતા.પોલીસે રજૂ કરેલી બે હજાર પાનાની ચાર્જશીટ બાદ, બચાવ પક્ષે તમામ આરોપીઓને નિર્દોષ છોડવા અરજી કરી હતી, જ્યારે સરકારી વકીલે મજબૂત પુરાવાઓ રજૂ કરી કેસ ચલાવવાની માંગ કરી છે. નવસારી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો છે, જે 25 મે 2026 ના રોજ જાહેર કરવામાં આવશે.

