Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Unique Celebration of Raksha Bandhan at Navsari: Sisters celebrate CR Patil tied, got return gift of Delhi tour

VIDEO: નવસારીમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી: બહેનોએ સી.આર. પાટીલને બાંધી રાખડી, મળ્યું દિલ્હી પ્રવાસનું રિટર્ન ગિફ્ટ

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાઈ-બહેનના અખૂટ પ્રેમના પ્રતીક સમા રક્ષાબંધન પર્વ પૂર્વે નવસારીના સર્કિટ હાઉસ ખાતે એક અનોખો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. નવસારી પ્રવાસે આવેલા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલને ભાજપ મહિલા મોરચા અને તમામ ૧૩ વોર્ડની મહિલા નગરસેવિકાઓ સહિત ૫૦થી વધુ બહેનોએ એડવાન્સમાં કુમકુમ તિલક કરી રાખડી બાંધી હતી. બહેનોએ તેમના દીર્ઘાયુષ્ય અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. સામે પક્ષે, બહેનોના આ અસીમ સ્નેહથી ભાવુક થયેલા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે એક સાચા ભાઈની ફરજ નિભાવી તમામ બહેનોને ખાસ 'દિલ્હી પ્રવાસ'નું ખાસ આમંત્રણ રિટર્ન ગિફ્ટ તરીકે આપ્યું હતું. આ અનોખી ભેટથી બહેનોમાં ભારે ખુશી અને હર્ષની લાગણી છવાઈ ગઈ છે.

App Store