VIDEO: નવસારીના ભીનારમાં ઘર આંગણે રમતા અઢી વર્ષના માસૂમને દીપડો ઉપાડી ગયો, બાળકનું મોત
સોર્સ : gstv
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભીનાર ગામે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ઘરના આંગણામાં રમી રહેલા અરૂણભાઈ પટેલના અઢી વર્ષના માસૂમ પુત્ર આરવ પર ખુંખાર દીપડાએ હુમલો કરી તેને જંગલમાં ઢસડી ગયો હતો. બાળક ગાયબ થતાં વન વિભાગ, પોલીસ અને ગ્રામજનોએ ઘાઢ જંગલમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. કલાકોની ભારે જહેમત બાદ ઘરથી ૨૦૦ મીટર દૂરથી માસૂમનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાને પગલે વન વિભાગે દીપડાને પકડવા ૧૦થી વધુ પાંજરા ગોઠવ્યા છે.

