VIDEO: નવસારીના વાંસદામાં સ્મશાનનો રસ્તો ધોવાતાં નદીના પાણીમાંથી જોખમી રીતે અંતિમયાત્રા કઢાઈ
સોર્સ : gstv
નવસારીના વાંસદામાં આવેલા અંતરિયાળ અંકલાછ ગામના વણઝારવાડી ફળિયામાંથી તંત્રની બેદરકારીને ખુલ્લી પાડતી હચમચાવી દેતી ઘટના સામે આવી છે. ગામમાં સ્મશાનનો રસ્તો અને કોઝવે ધોવાઈ જતાં ગ્રામજનોએ નદીના વહેતા પાણીમાંથી જીવના જોખમે અંતિમયાત્રા કાઢવી પડી હતી. સ્થાનિક લોકોએ ધોવાયેલા કોઝવે પર લાકડાના દાંડા ગોઠવીને અત્યંત કરૂણ પરિસ્થિતિમાં મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડ્યો હતો. ગ્રામજનો દ્વારા અગાઉ ગ્રામ પંચાયતમાં અનેકવાર લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી પાકો રસ્તો બનાવવામાં આવ્યો નથી. તંત્રની આ ઘોર ઉપેક્ષા અને આળસ સામે સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનોમાં ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે.

