VIDEO: નવસારીના ઓંજલ કિનારે આસારામ આશ્રમનું ગેરકાયદે બાંધકામ તોડી ૬૦૦૦ ચો.મી. જમીન મુક્ત કરાવાઈ
સોર્સ : gstv
નવસારીના જલાલપોર તાલુકામાં આવેલા ઓંજલ દરિયાકિનારે સરકારી ખારપાટની જમીન પર ઊભું કરાયેલું આસારામ આશ્રમનું ગેરકાયદે બાંધકામ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. મહેસૂલ અને પોલીસ વિભાગના સંયુક્ત ઓપરેશન હેઠળ અંદાજે ૬,૦૦૦ ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૩માં પણ અહીંથી દબાણ હટાવાયું હતું, છતાં અનુયાયીઓએ ફરીથી કબજો જમાવી પતરાના શેડ, પેવર બ્લોક, તાર ફેન્સિંગ અને હવન કુંડ ઊભા કરી દીધા હતા. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના કડક આદેશ બાદ મામલતદાર અને પોલીસ કાફલાએ જેસીબી મશીનો વડે તમામ ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરી દીધું હતું. તંત્રની આ બુલડોઝર કાર્યવાહીથી દબાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

