VIDEO: ફૂડ વિભાગની સખત કાર્યવાહી, અનેક હોટલ-રેસ્ટોરન્ટમાં સઘન તપાસ
સોર્સ : gstv
નવસારી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શહેરની અનેક હોટલ અને રેસ્ટોરન્ટમાં સઘન તપાસ હાથ ધરી કાર્યવાહી કરી છે. પારસી હોસ્પિટલ સામેના ભુવનેશ્વરી ખીચડી સેન્ટરમાં સ્વચ્છતાનો અભાવ જણાતા તેને બંધ કરાવી શંકાસ્પદ ઘી, દહીં, આઇસ્ક્રીમ સહિત 20 કિલો ખાદ્ય સામગ્રીનો નાશ કરાયો છે. માણેકલાલ રોડની આઝાદ કુલ્ફી એન્ડ આઇસ્ક્રીમ સહિત અન્ય ચાર રેસ્ટોરન્ટને પણ સ્વચ્છતાના અભાવ અને શંકાસ્પદ ખાદ્ય સામગ્રીને પગલે બંધ કરાવવામાં આવી છે. આ તમામ સ્થળોએથી કુલ 31 કિલો ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે. ફૂડ વિભાગની કાર્યવાહીથી હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે અને શહેરમાં હજુ વધુ સ્થળોએ તપાસની શક્યતા છે.

