VIDEO: મહીસાગર જિલ્લામાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા અખાદ્ય સામગ્રીનો નાશ અને સઘન તપાસ
સોર્સ : gstv
મહીસાગર જિલ્લામાં જી.બી.એસ.ના શંકાસ્પદ કેસો બાદ ફૂડ સેફ્ટી વિભાગે સઘન તપાસ હાથ ધરી છે. લુણાવાડા, કડાણા અને સંતરામપુર વિસ્તારની હોટલો, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ છાત્રાલયોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ગવર્મેન્ટ ચિલ્ડ્રન હોમ અને એકલવ્ય મોડેલ સ્કૂલમાંથી ખાધ સામગ્રીના નમૂના લેવાયા હતા. રાધે ક્રિષ્ના ઈડલી ઢોસા હાઉસ અને ફૂડ સેફ્ટી વાન દ્વારા વાસી મંચુરિયન, મેંદો, એક્સપાયર ચેરી અને પ્રતિબંધિત કલર સહિત અખાદ્ય સામગ્રીનો સ્થળ પર નાશ કરાયો હતો. સ્વચ્છતાનો અભાવ જણાતા હોટલ, સંસ્થાઓને કડક નોટિસ ફટકારવામાં આવી છે.

