VIDEO: નવસારી વોર્ડ નંબર 4માં છેલ્લા 6 મહિનાથી પૂરતું પાણી ન આવતા રહીશોમાં રોષ
સોર્સ : gstv
નવસારીના મહાનગરપાલિકા બન્યા બાદના વિકાસના દાવાઓ પોકળ સાબિત થયા છે. શહેરના વોર્ડ નંબર 4 અંતર્ગત દાંડીવાડ મિશ્ર શાળા નંબર 3 પાસે આવેલા 15થી 20 જેટલા ઘરોના રહીશો છેલ્લા છ મહિનાથી પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે....પાણીનું એક ટીપું પણ ન આવતા સ્થાનિક મહિલાઓને સવારના 4 વાગ્યાથી દૂર-દૂર ભટકવું પડે છે. આ ગંભીર સમસ્યાને લઈને વિપક્ષી નેતા પ્રભાબેન વલસાડીયાની આગેવાનીમાં ત્રસ્ત મહિલાઓ મહાનગરપાલિકા કચેરીએ ધસી આવી હતી અને સત્તાધિશો વિરુદ્ધ સૂત્રોચાર કરી નિયમિત અને પૂરતા ફોર્સથી પાણી મળે તેવી ઉગ્ર માંગ કરી હતી.

