નવસારી શહેરના વાતાવરણમાં બપોરના સમયે પલટો આવ્યો છે. શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ, ડેપો સહિત શહેરના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. પવન સાથે વરસાદ વરસતા શહેરમાં ઠંડકનો અહેસાસ થયો છે.