Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Rail traffic affected due to demolition of foot overbridge at station

Navsari News: સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજ તોડવાનું કામથી રેલ વ્યવહારને અસર, મુંબઈ અમદાવાદની ટ્રેન બે કલાક લેટ

Timeછેલ્લું અપડેટ : 27 May 2025
લાઇવ ટીવીGoogle News
Navsari News: સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજ તોડવાનું કામથી રેલ વ્યવહારને અસર, મુંબઈ અમદાવાદની ટ્રેન બે કલાક લેટ

પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા નવસારી સ્ટેશન પર મેગા બ્લોકનો આજે ત્રીજો દિવસ છે. રેલવે વિભાગે નવસારી સ્ટેશન પરના જૂના ફૂટ ઓવરબ્રિજને તોડવાની કામગીરી શરૂ કરી છે. આ મેગા બ્લોકની અસર મુંબઈ અને અમદાવાદ વચ્ચે ચાલતી ટ્રેનો પર પડી રહી છે. મુસાફરોએ ધ્યાનમાં રાખવું કે ટ્રેનો તેમના નિર્ધારિત સમયથી બે કલાક મોડી ચાલી રહી છે.

App Store

સલામતી સાથે કામ શરૂ

રેલવે વિભાગે સલામતીના તમામ પગલાં લીધા છે. ફૂટ ઓવરબ્રિજ તોડવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર કામગીરી દરમિયાન રેલવે કર્મચારીઓ, રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ કર્મચારીઓ સ્થળ પર હાજર છે.

મુસાફરો પરેશાન

ઘણા મુસાફરો રેલવે સ્ટેશન પર પોતાના સમયસર આવી ગયા હતાં. જો કે, ટ્રેન મોડી ચાલી રહી હોવાથી તેમને પરેશાનીનો સામનો કરવાની ફરજ પડી હતી. જો કે, ટ્રેન વ્યવહાર ઝડપથી પૂર્વનિર્ધારિત થાય તે માટે પ્રયાસ કરવામાં આવ્યાં હતાં.