Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Navsari news: A student studying at Tapovan Ashram died of thirst

Navsari news: તપોવન આશ્રમમાં ભણતા વિદ્યાર્થીનું તડપી તડપીને મોત, આખી રાત સારવાર વગર રહ્યો 13 વર્ષનો બાળક

Timeછેલ્લું અપડેટ : 27 May 2025
લાઇવ ટીવીGoogle News
Navsari news: તપોવન આશ્રમમાં ભણતા વિદ્યાર્થીનું તડપી તડપીને મોત, આખી રાત સારવાર વગર રહ્યો 13 વર્ષનો બાળક

નવસારી જિલ્લાના નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી તપોવન આશ્રમશાળામાં ધોરણ 9 માં ભણતા 13 વર્ષીય વિદ્યાર્થી મેઘ શાહનું સારવાર ન મળવાને કારણે મોત થયું હતું જેને લઇને પરિવારે આશ્રમશાળાના મેનેજમેન્ટ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતક બાળકના શરીરમાંથી વિશેરા લઈ મોતના સચોટ કારણ અંગે તપાસ શરૂ કરી છે, આ સમગ્ર મામલે પરિવાર કંઈ પણ બોલવા તૈયાર નથી.નવસારીના નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી તપોવન આશ્રમશાળા આશરે 35 વર્ષથી શાળા અને હોસ્ટેલ ચલાવે છે જેમાં આશરે 322 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે હાલમાં વેકેશન હોવા છતાં પણ એક્સ્ટ્રા ક્લાસમાં બાળકોને બોલાવવામાં આવ્યા હતા.

App Store

આખી રાત તડપતો રહ્યો બાળક

એક્સ્ટ્રા ક્લાસ  અટેન્ડ કરવા માટે મેઘ શાહ  મધ્યપ્રદેશના ખેતિયાથી છેલ્લા ચાર પાંચ દિવસ પહેલા નવસારી આવ્યો ત્યારે તે એકદમ સ્વસ્થ હોવાનું શાળાએ સ્વીકાર્યું છે, 24મી તારીખની રાતના આશરે 1:00 વાગ્યે મેઘ શાહને એકાએક શરીરમાં દુખાવો પડ્યો હતો, જેની જાણ તેણે આશ્રમશાળામાં સહાયક તરીકે કામ કરતા હર્ષદ રાઠવાને કરી હતી, પરંતુ મેઘ શાહની સમસ્યા હર્ષદ રાઠોડને સામાન્ય લાગી હતી અને તેણે માત્ર એસિડિટીની દવા આપી સમગ્ર રાત ભર મેઘને પોતાના ખોળામાં રાખી પંપાળતો હોય તેવા  CCTV વિડિયો પણ સામે આવ્યા છે.

બાળકને સમયસર સારવાર મળી હોત તો કદાચ તેનો જીવ બચી ગયો 

CCTV દેખાતા વિડીયોના આધારે કોઈપણ વ્યક્તિ કહી શકે છે કે જો બાળકને સમયસર સારવાર મળી હોત તો કદાચ તેનો જીવ બચી ગયો હોત પરંતુ પોતાના કામમાં બેદરકારી દાખવનાર હર્ષદ રાઠવા એ રાત્રિના એક વાગ્યાથી લઈને સવારે 8:00 સુધી માત્ર સાંત્વના આપતો રહ્યો બાદ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો પરંતુ ત્યાં સુધી બહુ મોડું થઈ જતા અધવચ્ચે જ મેઘ શાહનું મોત થયું હતું, આ સમગ્ર ઘટનાને લઈને પરિવારે સીસીટીવી જોયા બાદ સંસ્થા ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે અને જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી થાય તે માટેની અરજી ગ્રામ્ય પોલીસે આપી છે, જોકે નવસારી ગ્રામ્ય પોલીસે આ સમગ્ર મામલે ડોક્ટરની પ્રાથમિક તપાસના આધારે અકસ્માત મોતની નોંધ કરીને મૃતક બાળકના શરીરમાંથી વિશેરા લઈ વધુ તપાસ હાથ ધરી 

ટોપિક્સ:tapovan ashramnavsarigstvgujarat