VIDEO: વાંસદાની કાવેરી નદીમાં ડૂબેલા યુવકની શોધ માટે NDRFનું ઓપરેશન શરૂ
સોર્સ : gstv
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં કાવેરી નદીમાં યુવક ડૂબી જવાની ઘટનાને પગલે NDRFની ટીમ દ્વારા શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભારે વરસાદ બાદ હવે વરસાદે વિરામ લેતા બચાવ કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે. વાંસદાના મોટીવાલઝર પુલ નજીકથી યુવાન નદીના પાણીમાં ખાબક્યો હતો. મળતી માહિતી મુજબ વિકેશ કાંતિલાલ પટેલ નામનો યુવાન કાવેરી નદીમાં ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ NDRFના જવાનો દ્વારા આધુનિક સાધનોની મદદથી નદીના પ્રવાહમાં યુવકના મૃતદેહની શોધખોળ કરવામાં આવી રહી છે.

