Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Navsari: Youth living in Halpativas commits suicide by going to government school

Navsari: હળપતિવાસમાં રહેતા યુવાને સરકારી શાળામાં જઈ કરી આત્મહત્યા

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Navsari: હળપતિવાસમાં રહેતા યુવાને સરકારી શાળામાં જઈ કરી આત્મહત્યા
સોર્સ : gstv

નવસારી જિલ્લાના વિરાવળ વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે. જ્યાં સ્થાનિક સરકારી ગાંધી વિદ્યાલયમાં પ્રતીક હળપતિ નામના યુવકે આત્મહત્યા કરી લીધી. વિરાવળના હળપતિ વાસમાં રહેતા આ 25 વર્ષીય યુવાને શાળામાં તૈયાર કરાયેલા ટેરેસ કેબિનના એંગલ સાથે લટકી જઈ જીવન ટૂંકાવ્યું. સવારે શાળામાં આવેલા વિદ્યાર્થીઓએ મૃતદેહ જોતાં તાત્કાલિક શિક્ષકો અને પોલીસને જાણ કરી. 

App Store

ઘટનાની માહિતી મળતાં વિરાવળ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે  સિવિલ હોસ્પિટલ ખસેડ્યો. વિદ્યાર્થીઓ માટે શાળાને તાત્કાલિક બંધ કરવામાં આવી અને વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવાયા. પોલીસ પ્રમાણે, આત્મહત્યાનું જાણી શકાયું નથી. પરંતુ પ્રતીકના પરિવાર અને સંબંધિતોના નિવેદનો લઈ તપાસ ચાલી રહી છે.