VIDEO: નવસારી: ઉનાઈના પ્રસિદ્ધ ગરમ પાણીના કુંડમાં ડૂબી જવાથી અમદાવાદના ૭ વર્ષીય માસૂમ બાળકનું કરુણ મોત
સોર્સ : gstv
નવસારીના પ્રખ્યાત યાત્રાધામ ઉનાઈમાં રક્ષાબંધન નિમિત્તે આવેલા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. અમદાવાદથી મહુવા બહેનને ત્યાં આવેલા પરિવાર સાથે દર્શને ગયેલ ૭ વર્ષીય સિદ્ધાર્થ જયસ્વાલ મંદિર પરિસરમાં રમતા રમતા અચાનક ગરમ પાણીના કુંડમાં પડી ગયો હતો...પરિવારને જાણ ન હોવાથી એક કલાક સુધી શોધખોળ કરાઈ હતી, અને સીસીટીવી તપાસતા બાળક કુંડમાં પડ્યાનું જણાયું હતું. બાળકને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર મળે તે પૂર્વે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ મામલે વાંસદા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

