Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : In Navsari's Kaveri river at Ghodpur, the surface is just two feet away from the alarming level

VIDEO: નવસારીની કાવેરી નદીમાં ઘોડાપૂર, સપાટી ભયજનક સ્તરથી માત્ર બે ફૂટ દૂર

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવસારી જિલ્લાઅને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના લીધે નદીની સપાટી 16 ફૂટે પહોંચી ગઈ છે. હાલમાં કાવેરી નદી પોતાના ભયજનક સપાટીના સ્તરથી માત્ર બે ફૂટ દૂર હોવાથી તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે. નદીમાં પાણીનો આવરો વધતાં તંત્ર દ્વારા આસપાસના તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે. સમગ્ર પરિસ્થિતિ પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

App Store