VIDEO : Navsari માં ગરમીથી લોકો બેહાલ, 41.3 ડિગ્રી તાપમાન થતાં બપોરના સમયે કરફ્યુ જેવો માહોલ
સોર્સ : gstv
નવસારી જિલ્લામાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ત્રીજા દિવસે પણ તાપમાનનો પારો 41.3 ડિગ્રી પર પહોંચતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સવારના સમયે 85 ટકા ભેજ અને બપોરની લૂને કારણે લોકો તોબા પોકારી ઉઠ્યા છે. શહેરના રસ્તાઓ બપોરે સુમસામ જોવા મળી રહ્યા છે. વધતી ગરમીની અસર ખેતી પર પણ જોવા મળી રહી છે અને ઉભા પાક સુકાઈ જવાની ભીતિ ખેડૂતોમાં ફેલાઈ છે. બીજી તરફ નવસારી સિવિલ હોસ્પિટલએ હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે 30 બેડનો ખાસ ઈમરજન્સી વોર્ડ તૈયાર કર્યો છે.

