VIDEO: સી.આર. પાટીલે નવસારીમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
સોર્સ : gstv
નવસારીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસ ખાતે બેઠક યોજી પૂર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેમણે ગણદેવીમાં કચરો સાફ કરતી વખતે કરંટ લાગવાથી મૃત્યુ પામેલા ત્રણ મૃતકોના પરિવારજનોને સહાયના ચેકનું વિતરણ કરી સંવેદના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત તેમણે ચીખલી, બીલીમોરા અને ગણદેવીના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થાનિક લોકોની મુશ્કેલીઓ જાણી હતી અને ચાલી રહેલી રાહત તેમજ પુનઃસ્થાપન કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

