VIDEO: નવસારીમાં સરકારી કાર્યક્રમના સ્થળ મુદ્દે વિવાદ: ધારાસભ્ય આર.સી. પટેલે અધિકારીને મંચ પરથી જ ટકોરી લીધા!
સોર્સ : gstv
નવસારીના જલાલપોર તાલુકાના અબ્રામા ખાતે કરોડોના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના ઈ-લોકાર્પણ કાર્યક્રમના સ્થળને લઈને રાજકારણ ગરમાયું છે. આ કાર્યક્રમ જલાલપોરના બદલે નવસારી શહેરના ટાઉન હોલમાં રાખવામાં આવતાં જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલે નવસારી પ્રાંત અધિકારીને મંચ પરથી જ ટકોર કરી હતી. તેમણે પોતાના વક્તવ્યમાં અસંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ કાર્યક્રમ જલાલપોરમાં રાખ્યો હોત તો વધુ કાર્યકર્તાઓ અને લોકો ભેગા થઈ શક્યા હોત. સાથે જ તેમણે ઉપરથી સૂચના આવે છે એ જ તકલીફ છે તેમ કહીને તંત્રની કાર્યશૈલી પર ખુલ્લેઆમ સવાલો ઉઠાવ્યા હતા, જોકે અંતે પોતાના વિસ્તારમાં કોમ્પલેક્ષ બનવા બદલ આનંદ પણ વ્યક્ત કર્યો હતો.

