Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Congress registers‘ Chinese Pe Charcha ‘protest against inflation on PM Modi's birthday

VIDEO: પીએમ મોદીના જન્મદિવસે મોંઘવારી સામે કોંગ્રેસે ‘ચીની પે ચર્ચા’ કરી નોંધાવ્યો અનોખો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 17 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે નવસારીમાં રાજકારણનો એક અનોખો અંદાજ જોવા મળ્યો છે. પીએમ મોદીના જાણીતા ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમની સામે કોંગ્રેસ પક્ષ દ્વારા ‘ચીની પે ચર્ચા’નું આયોજન કરી વધતી મોંઘવારી સામે આકરો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. માત્ર ચા જ નહીં પણ ચામાં વપરાતી ખાંડ પણ કેટલી મોંઘી થઈ ગઈ છે તે દર્શાવવા માટે નવસારી નગરપાલિકા બહાર વિરોધ પ્રદર્શન કરાયું હતું. પાલિકાના પટાંગણ બહાર ખાંડ ખરીદવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી, જ્યાં કોંગ્રેસ દ્વારા 40 પ્રતિ કિલોના ભાવે ખાંડનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોંઘવારીથી પીડાતી જનતા આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં જોડાઈ હતી.

App Store