Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Congress‘ ‘Chinese Pe Charcha’ campaign on inflation

VIDEO: મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું ‘ચીની પે ચર્ચા’ અભિયાન

Timeછેલ્લું અપડેટ : 16 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવસારી મહાપાલિકા પટાંગણમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા શુક્રવારે 17 સપ્ટેમ્બરે 50 ટકા રાહત દરે 1500 કિલો ખાંડનું વિતરણ કરવામાં આવશે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ અને શહેર પ્રમુખ દીપક બારોટની આગેવાનીમાં ‘ચીની પે ચર્ચા’ અભિયાન યોજાશે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, મોંઘવારી અને ટેક્સના કારણે ચાના ભાવ વધતાં મધ્યમ વર્ગ અને શ્રમિકોનું બજેટ ખોરવાયું છે. ખાંડ પ્રતિ કિલો 40 રૂપિયાના રાહત દરે વેચવામાં આવશે અને તેમાંથી થનારી આવકનો ઉપયોગ શૈક્ષણિક હેતુઓ માટે કરવામાં આવશે.   

App Store