Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Conflict between patient's relatives and junior doctor at Navsari Civil Hospital

VIDEO: Navsari સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા અને જુનિયર ડૉક્ટર વચ્ચે માથાકૂટ, ઘટનાનો વીડિયો થયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 20 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

નવસારીની સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર વિવાદ સપાટી પર આવ્યો છે. અહીં દર્દીના સગા અને ફરજ પરના જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર વચ્ચે થયેલી જીભાજોડીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

App Store

મળતી માહિતી અનુસાર, આ સમગ્ર ઘટના ડિસ્ચાર્જ ફોર્મ પર સહી કરાવવા મુદ્દે બની હતી. દર્દીના સગાએ વહેલી તકે ડિસ્ચાર્જ ફોર્મ પર સહી કરાવી લેવા માટે જુનિયર ડૉક્ટરને જણાવ્યું હતું. ડૉક્ટર તે સમયે અન્ય એક દર્દીની સારવારમાં વ્યસ્ત હતા, તેથી તેમણે સગાને થોડીવાર રાહ જોવાનું કહ્યું હતું. જોકે, દર્દીના સગાઓએ ઉતાવળ કરતાં મામલો ગરમાયો હતો. બંને પક્ષો વચ્ચે દલીલો થતાં દર્દીના સગાએ પોતાના ફોનમાં સમગ્ર ઘટનાનો વીડિયો શૂટ કરવાનું શરૂ કર્યું હતું. આ વાયરલ વીડિયોમાં જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર હું તમારી નોકર નથી તેવું કહેતા સ્પષ્ટપણે સંભળાય છે. જે બાદ જુનિયર ડૉક્ટરને દર્દીના સગા સાથે આવું વર્તન ન કરવાની તાકીદ કરવામાં આવી છે.