Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Child dies after being hit by speeding tempo in Antalya village near Bilimora

Navsari news: બિલીમોરા નજીક આંતલિયા ગામે પૂરપાટ જતા ટેમ્પોની અડફેટે બાળકનું મોત

Timeછેલ્લું અપડેટ : 15 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Navsari news: બિલીમોરા નજીક આંતલિયા ગામે પૂરપાટ જતા ટેમ્પોની અડફેટે બાળકનું મોત

Navsari news: નવસારી જિલ્લાના બિલીમોરા નજીક આવેલા આંતલિયા ગામમાં બેફામ જતા ટેમ્પોએ માસૂમ 10 વર્ષનાં બાળકનો જીવ લીધો છે. જે બાદ ટેમ્પોચાલકે ઘટનાસ્થળે ટેમ્પો મૂકી ત્યાંથી પલાયન થઈ ગયો હતો. ટેમ્પોચાલકે 10 વર્ષના પ્રણવ પાંડેની સાયકલને પાછળથી ટક્કર મારી હતી. જેથી બાળક સાયકલ પરથી નીચે પછડાઈ જતા તે ગંભીર રીતે ઘવાયો હતો. જેને લઈ આસપાસના લોકોએ તાબડતોબ 108ની મારફતે બિલીમોરા અને ત્યાંથી વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો જ્યાં તે ટૂંકી સારવાર બાદ મોતને ભેટયો હતો. 10 વર્ષના દીકરાના મોતને પગલે પરિવારમાં કરુણ શોકનો માહોલ છવાયો છે. પોલીસે ટેમ્પો નંબર અને સીસીટીવીના આધારે ટેમ્પોચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

App Store

મળતી વિગતો અનુસાર, નવસારીના બિલીમોરા તાલુકામાં આવેલા નાનકડા આંતલિયા ગામમાં બે દિવસ અગાઉ રોડ પર સાયકલ લઈને પસાર થઈ રહેલા 10 વર્ષીય બાળક પ્રણવ પાંડેને પૂરપાટ વેગે ધસી આવતા ટેમ્પોએ સાયકલ સવાર બાળકને પાછળના ભાગથી અડફેટે લેતા બાળક સીધો રોડ પર પછડાયો હતો. અને બાળક ખૂબ જ ગંભીર રીતે ઘવાયો હતો. જે બાદ ટેમ્પોચાલક ટેમ્પો ત્યાંજ મૂકીને  ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

જે બાદ આસપાસના રહેવાસીઓએ 108 અને પોલીસને આ ગંભીર અકસ્માતની જાણ કરી હતી. બાળકને સારવાર માટે 108 મારફતે બિલીમોરા ખસેડવામાં આવ્યો હતો પરંતુ બાળકની સ્થિતિ ગંભીર જણાતા તેને વલસાડની મોટી સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયો જ્યાં 10 વર્ષીય પ્રણવ પાંડે નામના બાળકનું ટૂંકી સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. બિલીમોરા પોલીસે અકસ્માતે મોતને ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેમ્પોનો નંબર અને સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ટેમ્પોચાલકનું પગેરું શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. મૃતક માસૂમ પ્રણવ પાંડેનો પરિવાર મોત બાદ ગંભીર શોકમાં ગરકાવ છે.