VIDEO: સરકારી જમીન પર આસારામ આશ્રમના ગેરકાયદે દબાણ પર ફર્યું બુલડોઝર
સોર્સ : gstv
નવસારીના જલાલપોરના ઓંજલ દરિયાકિનારે સરકારી ખારપાટની જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણ સામે તંત્રએ લાલ આંખ કરી છે. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના આદેશ બાદ મહેસૂલ અને પોલીસ કાફલાએ જેસીબી સાથે કાર્યવાહી કરી આસારામ આશ્રમનું દબાણ દૂર કર્યું છે. સરકારી જમીન પર તાર ફેન્સિંગ, બ્લોક પેવરિંગ અને પતરાનો શેડ ઊભો કરવામાં આવ્યો હતો. તંત્રની કાર્યવાહીમાં આશરે 6 હજાર ચોરસ મીટર જેટલી કિંમતી સરકારી જમીન દબાણમુક્ત કરાઈ છે. વર્ષ 2013 બાદ ફરી થયેલા આ દબાણને તંત્રએ તોડી પાડીને સરકારી જમીન પર કબજો જમાવનારાઓને કડક સંદેશ આપ્યો છે.

