Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : A shortage of sugar was created due to declining sugarcane production in India and ethanol production

VIDEO: ભારતમાં શેરડીનું ઉત્પાદન ઘટતાં અને ઈથેનોલ બનાવવાના લીધે ખાંડની અછત સર્જાઈ

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતમાં શેરડીના ઘટતા ઉત્પાદન અને પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણને કારણે ખાંડના ઉત્પાદન પર અસર પડી છે. દેશમાં ખાંડની અછત વચ્ચે ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તહેવારોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર વિદેશમાંથી 10 લાખ મેટ્રિક ટન ખાંડ આયાત કરવાની તૈયારી કરી રહી છે. બદલાતા હવામાન, મોંઘા ખાતર અને મજૂરોની અછતને કારણે છેલ્લા ત્રણ વર્ષથી શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે. બીજી તરફ, ઈથેનોલ બનાવવા માટે મોટી માત્રામાં શેરડીનો ઉપયોગ થતાં ખાંડનું ઉત્પાદન વધુ ઘટ્યું છે. દેશમાં આશરે 290 લાખ મેટ્રિક ટનની જરૂરિયાત સામે 260થી 265 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. નિષ્ણાતોના મતે શેરડીનું ઉત્પાદન વધારવા સરકાર દ્વારા લાંબાગાળાની નીતિ બનાવવી જરૂરી છે.

App Store