VIDEO: ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ફરીથી શરૂ, શ્રદ્ધાળુઓ ધીરે-ધીરે પોતાની યાત્રા આગળ વધારી રહ્યા છે
નર્મદા જિલ્લામાં ગત રાત્રે અચાનક આવેલા વાવાઝોડાને કારણે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પર બ્રેક લાગી હતી. સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા રાત્રિ દરમિયાન બોટ સેવા અને પરિક્રમા સ્થગિત કરી દેવામાં આવી હતી.જોકે, અત્યારે સ્થિતિ સામાન્ય થતા પરિક્રમા ફરી શરૂ કરી દેવાઈ છે. શ્રદ્ધાળુઓ ધીરે-ધીરે પોતાની યાત્રા આગળ વધારી રહ્યા છે અને બંધ કરાયેલી બોટ સેવા પણ પુનઃ કાર્યરત થઈ ગઈ છે.
'પુણ્ય સલિલા' મા નર્મદાના પાવન તટ પર ચૈત્ર માસમાં થતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાની (19 માર્ચ, 2026) વિધિવત શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે સાધુ-સંતો, ભાવિકો-પરિક્રમાર્થીઓએ પ્રાત:કાળે મા રેવાના દર્શન અને પુષ્પાર્પણ કરી 'નર્મદે હર'ના જય ઘોષ સાથે પરિક્રમાનો પ્રારંભ કર્યો છે.
પ્રથમ દિવસે 10 હજાર કરતાં વધુ પરિક્રમાર્થીઓ ઉમટ્યાં
નર્મદામાં 'ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા'નું વિશેષ મહત્ત્વ છે, ત્યારે વૃદ્ધો, બાળકો, મહિલાઓ સહિત શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને અલૌકિક આધ્યાત્મિક યાત્રાનો અનુભવ કર્યો છે. ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે જ 10 હજાર કરતાં વધુ પરિક્રમાર્થીઓ ઉમટી પડ્યાં હતા.

