VIDEO: નર્મદા જિલ્લાના મનેમંથન કાર્યક્રમમાં સાસંદ મનસુવસાવાએ જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરીને 'કઠપૂતળી' કહી નવો વિવાદ છંછેડ્યો
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર બાદ મનોમંથન કાર્યક્રમમાં મનસુખ વસાવા બરાબરના ભડક્યાં હતા..સાંસદ મનસુખ વસાવા એ કહ્યું કે, નર્મદા જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરી કઠપૂતળી જેવા છે..વસાવાએ કહ્યં કે, તેને મને કહેવું જોઈએ કે આપણે જે સીટ પર નબળા છીએ તે સીટ પર તમારે જવાનું છે.સાથે જ નિલ રાવ કોઈપણ સીટ પર જીતાડવા માટે નીકળ્યા નથી.તો સવારે 9 વાગે ઉઠેને પછી સીધા એસી કાર્યાલયમાં જતા રહે..માત્ર ફોન પર જ બ્રિફિંગ કરવાનું, ટોણો મારતા કહ્યું કે, સવારે 9 વાગ્યે કે 10 વાગ્યે ઉઠે એ રાક્ષસી વૃત્તિનો માણસ છે કહેવાય.. વસાવાએ રોષ ઠાલવતા કહ્યું કે, આ ગુંડાઓ સામે કોણ લડે છે તેમને તો પૂછો કેવી રીતે બેઠક જીતી શકાય...જિલ્લા પ્રમુખ અને મહામંત્રી પર આક્ષેપ કરતા વસાવાએ કહ્યું કે, ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ હોઈ એવું મને લાગે છે..આગામી વિધાનસભા ચૂંટણી અંગે ટોણો મારતા કહ્યું કે, ચૈતર એન્ડ કંપની સામે કાઉન્ટર કરવાની સક્ષમતા ના હોઈ તો પદ છોડી દો..

