Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : The then Mamlatdar was arrested in a land scam worth Rs 1.29 crore in Nandod, Narmada.

VIDEO : Narmadaના નાંદોદમાં 1.29 કરોડના જમીન કૌભાંડમાં તત્કાલીન મામલતદારની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 06 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નર્મદા જિલ્લાના નાંદોદના તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલાની વડોદરા CID ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમની પર જમીનની નોંધ પાડવાના કેસમાં વ્યાપક ગેરરીતિ આચરીને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આરોપી મામલતદારે નાંદોદ તાલુકાના બખર ગામની કિંમતી જમીનમાં હક્ક પત્રક અંગે ખોટી રીતે નોંધ પાડવા માટે કેટલાક શખ્સોને ગેરકાયદેસર મદદ કરી હતી. આ મિલીભગત અને કૌભાંડના કારણે સરકારને અંદાજે રૂપિયા ૧.૨૯ કરોડનું મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે ગુનો નોંધીને CID ક્રાઇમે પખાવાલાની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેને પગલે ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

App Store