VIDEO: નર્મદાના દેડિયાપાડામાં યુરિયા ખાતરની અછત, ખેડૂતો વહેલી સવારથી લાંબી કતારોમાં લાગ્યા
સોર્સ : gstv
નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં યુરિયા ખાતરની અછતને કારણે આદિવાસી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. દેડિયાપાડા અને ચિકદા તાલુકાના ખેડૂતો વહેલી સવારે પાંચ વાગ્યાથી જ ખાતર લેવા લાંબી કતારોમાં ઉભા રહ્યા હતા. ઉનાળુ લીલા મગ, મકાઈ અને શાકભાજીના પાકોને યુરિયા ખાતરની તાત્કાલિક જરૂર હોવા છતાં પૂરતું ખાતર મળતું નથી. ખેડૂતોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. દેડિયાપાડા એસટી ડેપો સામે આવેલ નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર બંધ હાલતમાં જોવા મળ્યું હતું, છતાં ખેડૂતો લાઈનમાં ઉભા રહ્યા હતા. સમગ્ર મામલે ખાતર વિક્રેતાએ કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો….

