Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : Narmada News: BJP's excitement before the elections, harsh comments on the opposition

Narmada News: ચૂંટણી પહેલા ભાજપનો ધમધમાટ, વિપક્ષ પર કરી આકરી ટિપ્પણી

Timeછેલ્લું અપડેટ : 06 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીને હવે થોડા જ મહિના બાકી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે ગુજરાત બીજેપીના મહામંત્રી અને દક્ષિણના પ્રભારી પ્રશાંત કોરાટે નર્મદા જિલ્લા આવ્યા હતા. જ્યાં તેઓએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે મીટીંગ કરી હતી. સાથે સભાનું આયોજન પણ કરાયું હતું. જેમાં ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.

App Store

સાથે જ સોશિયલ મીડિયામાં સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ થાય છે તે વિશે પણ ભાજપ નેતાઓએ આકરા પ્રહારો કર્યા હતા. દરમિયાન જિલ્લા પ્રમુખે કહ્યું હતું કે, કેટલાક આપણી બહેનો નેતાઓ વિશે સોશિયલ મીડિયામાં ગાળો બોલે છે, પણ આપણી પાર્ટી સંસ્કાર-મર્યાદામાં રહે છે. શાંત છે પણ સમય આવશે ત્યારે જવાબ આપીશું અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પીળા પટ્ટાવાળાઓના ખાતા નહીં ખુલે.