VIDEO: રાજપીપળામાં ભાજપના કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા આક્રમક
સોર્સ : gstv
નર્મદાના રાજપીપળામાં ભાજપના નવા શહેર પ્રમુખના અભિવાદન સમારોહ દરમિયાન સાંસદ મનસુખ વસાવા આકરા શબ્દોમાં પક્ષના કેટલાક નેતાઓ સામે બોલ્યા હતા. વસાવાએ આક્ષેપ કર્યો કે સત્તામાં બેઠેલો ભાજપનો આગેવાન તલાટીને હપ્તા આપે છે અને આવા લોકોને પક્ષે ચલાવી લેવા જોઈએ કે નહીં તેવો સવાલ ઉઠાવ્યો હતો. તેમણે નગરપાલિકાના કામોમાં ગુણવત્તા જાળવવાની પણ સૂચના આપી હતી. વસાવાએ વધુમાં કહ્યું કે ભાજપમાં રહીને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને મદદ કરનારા લોકોને ચલાવી લેવામાં નહીં આવે. તેમણે અંબાજી તરફ નીકળેલા આમ આદમી પાર્ટીના રથનું ભાજપના કાર્યકરોએ સ્વાગત કર્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ચૈતર વસાવાની વિધાનસભા ચૂંટણીમાં જીત માટે ભાજપના કેટલાક કાર્યકરો જવાબદાર હોવાનો દાવો પણ કર્યો હતો.

