VIDEO: રાજપીપળામાં બીજા રાઉન્ડમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં આનંદ
સોર્સ : gstv
નર્મદા જિલ્લાના રાજપીપળા અને આસપાસના વિસ્તારોમાં બીજા રાઉન્ડમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ.... સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ મોડી સાંજે રાજપીપળામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો...છેલ્લા એક સપ્તાહથી વરસાદ ખેંચાવાને કારણે લોકો અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રસ્ત થઈ ગયા હતા, ત્યારે આ વરસાદથી લોકોને ભારે રાહત મળી છે. ખેતીલાયક આ સચોટ વરસાદને કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ધરતીપુત્રો તથા ખેડૂતોમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ છે.

