VIDEO: બ્રિજ પર પાણી ફરી વળતા દેડિયાપાડાના અનેક ગામો સંપર્ક વિહોણા
સોર્સ : gstv
દેડિયાપાડા તાલુકામાં ખાબકેલા ધોધમાર વરસાદને કારણે મોઝદા ગામ પાસે આવેલી તરાવ નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. નદીના પાણી બ્રિજ પરથી ફરી વળતાં રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. પરિણામે પૂર્વ પટ્ટીના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારના અનેક ગામડાંઓનો મુખ્ય મથક દેડિયાપાડા સાથેનો સંપર્ક તૂટી જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે.

