VIDEO: નર્મદાના નીલકંઠધામ પોઈચા ખાતે પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે શ્રાવણોત્સવનો શુભારંભ
સોર્સ : gstv
નર્મદાના નાંદોદના નીલકંઠધામ પોઈચા ખાતે પાંચ દિવસીય શ્રાવણોત્સવઉજવાઈ રહ્યો છે. જળસંપત્તિ રાજ્યમંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તા. ૨૬ થી ૩૦ ઓગસ્ટ દરમિયાન આયોજિત આ શ્રાવણોત્સવમાં ૧૫ જેટલા સ્ટોલમાં સખી મંડળોની બહેનો દ્વારા નિર્મિત વિવિધ ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવશે. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે નર્મદા જિલ્લાના પાંચ સખી મંડળોને ૨૯.૫૦ લાખની કેશ ક્રેડિટ લોનના ચેકનું વિતરણ પણ કરાયું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવા અને ડીડીઓ આર.વી. વાળા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

