Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / પ્રવાસ : Go to this place in Himachal Pradesh for paragliding

Paragliding Destination / પેરાગ્લાઈડિંગ કરવાની ઈચ્છા છે? તો હિમાચલ પ્રદેશની આ જગ્યાએ પહોંચો

Timeછેલ્લું અપડેટ : 06 Jan 2025
લાઇવ ટીવીGoogle News
Paragliding Destination / પેરાગ્લાઈડિંગ કરવાની ઈચ્છા છે? તો હિમાચલ પ્રદેશની આ જગ્યાએ પહોંચો

લોકો ઘણીવાર રજાઓ માણવા પહાડી વિસ્તારમાં જવાનું પસંદ કરે છે. જો તમે એડવેન્ચરના શોખીન છો અને પેરાગ્લાઈડિંગનો આનંદ માણવા માંગો છો અને હિમાચલ પ્રદેશની મુલાકાત લેવા જઈ રહ્યા છો, તો અહીં સ્થિત બીર-બિલિંગ ગામની મુલાકાત અવશ્ય લો. આ સિવાય જો તમે પાલમપુર જાવ તો આ જગ્યાની મજા માણી શકો છો. પાલમપુરથી બીર-બિલિંગનું અંતર લગભગ 30 કિલોમીટર છે આ સ્થળ એશિયાના સૌથી ઊંચા પેરાગ્લાઈડિંગ પોઈન્ટમાં સામેલ છે. બીર-બિલિંગની ઊંચાઈ અંદાજે 7,874 ફૂટ છે. જો તમે અહીં જવાનું વિચારી રહ્યા છો, તો આજે આ લેખમાં અમે તમને બીર-બિલિંગ પેરાગ્લાઈડિંગ પોઈન્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

App Store

આ પણ વાંચો: આ 5 દેશોમાં ઘણા મહિનાઓ સુધી નથી થતી રાત, તમે પણ અહીં માણી શકો છો 'મિડનાઈટ સન'નો આનંદ

બીર-બિલિંગ કેવી રીતે પહોંચવું?

આ સ્થળ હિમાચલ પ્રદેશમાં બીરથી 16 કિલોમીટર ઉપર આવેલું છે. જો તમે દિલ્હીથી જઈ રહો છો, તો તમે આ સ્થળની મુલાકાત લેવા માટે પાલમપુર અને ત્યાંથી બીર-બિલિંગ જઈ શકો છો. બીર-બીલિંગ જવા માટે, દિલ્હીથી પાલમપુરની બસ લો. તમને 500થી 1000 રૂપિયાની વચ્ચે બસ ટિકિટ મળશે. તમને અહીં રહેવા માટે હોટલ પણ સરળતાથી મળી જશે. આ પછી કાંગડા માટે બસ પકડો. જો તમે ઈચ્છો તો અહીંથી કેબ પણ લઈ શકો છો.

કાંગડા પહોંચ્યા પછી ત્યાંથી પેરાગ્લાઈડિંગ પોઈન્ટ પર પહોંચો. અહીં તમને પેરાગ્લાઈડિંગ બુકિંગ માટેની દુકાનો જોવા મળશે. જ્યાં તમે તમારું બુકિંગ કરાવી શકો છો. બુકિંગ કરાવ્યા પછી, તમને ત્યાં એક ફોર્મ પર સહી કરવાનું કહેવામાં આવશે. તે પછી તમને બીર-બીલિંગ પેરાગ્લાઈડિંગ સ્પોટ પર લઈ જવામાં આવશે.

બીર-બિલિંગ મુલાકાતનો સમય અને ફી

બીર-બિલિંગમાં પેરાગ્લાઈડિંગની ફી 2500 રૂપિયાથી શરૂ થાય છે. અહીં ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ભારત અને વિદેશમાંથી હજારો લોકો પેરાગ્લાઈડિંગ માટે આવે છે. જો તમે ઊંચાઈથી ડરતા હોવ તો પણ ચિંતા કરવાની જરૂર નથી. સંપૂર્ણ સલામતી અને સુરક્ષા સાથે, પાયલોટ તમને પેરાગ્લાઈડિંગ કરાવશે. ઉડતી વખતે, તમે અહીંથી પર્વતીય શિખરો, લીલીછમ ખીણો અને સુંદર પહાડી ગામો જોઈ શકો છો. બીર-બિલિંગને પેરાગ્લાઈડિંગ કેપિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને દર વર્ષે હજારો પ્રવાસીઓ તેની મુલાકાત લે છે. બીર-બિલિંગમાં પેરાગ્લાઈડિંગ કરવા ઉપરાંત, તમે અહીં આસપાસ સ્થિત સ્થળોની મુલાકાત પણ લઈ શકો છો.