VIDEO: નર્મદા જીલ્લામાં ભારે વરસાદ: કરજણ ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા
સોર્સ : gstv
નર્મદા જિલ્લામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમની સપાટી જાળવી રાખવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમના ઉપરવાસમાં આવેલા ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારમાં ત્રણ ઇંચ જેટલો સારો વરસાદ નોંધાતા ડેમમાં પાણીની આવક વધી છે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા કરજણ ડેમના બે દરવાજા 2.60 મીટર સુધી ખોલવામાં આવ્યા છે, જેના કારણે ડેમમાંથી 32 હજાર 464 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું.. હાલ ડેમની સપાટી 106.22 મીટરે પહોંચી છે. પાણી છોડવામાં આવતા નદીકાંઠાના વિસ્તારોને સતર્ક કરવામાં આવ્યા છે અને સુરક્ષાના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

