VIDEO: રાજપીપળામાં સંસ્કૃત ગૌરવયાત્રાની ભવ્ય ઉજવણી..વિદ્યાર્થીઓની નર્મદા અષ્ટકમ અને સંસ્કૃત શ્લોકોચ્ચારણ સાથે સાંસ્કૃતિક પ્રસ્તુતિ
સોર્સ : gstv
નર્મદાના રાજપીપળા નગરમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન-પરંપરાની પ્રતીક સમાન દેવભાષા સંસ્કૃતના ગૌરવ તેમજ સાંસ્કૃતિક વારસાનો સંદેશ આપતી ભવ્ય સંસ્કૃત ગૌરવયાત્રા યોજાઈ હતી. નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખના હસ્તે ભિલરાજાની પ્રતિમા ખાતેથી આ પદયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. પ્રસ્થાન પૂર્વે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ નર્મદા અષ્ટકમ અને સંસ્કૃત શ્લોકોચ્ચારણ સાથે સાંસ્કૃતિક પ્રસ્તુતિ આપી હતી. શંખનાદ સાથે શરૂ થયેલી આ યાત્રામાં વિદ્યાર્થીઓ અને નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ આંબેડકર ચોક થઈને હરસિદ્ધિ માતાના મંદિર પરિસરમાં પહોંચી હતી..

