Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : Gandhi Jayanti celebrates Satyagraha on forest land issue of tribals of Bar village of Sagbara

VIDEO: ગાંધી જયંતિએ સાગબારાના બાર ગામના આદિવાસીઓનો જંગલ જમીન મુદ્દે સત્યાગ્રહ

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગાંધી જયંતિ નિમિત્તે સાગબારા તાલુકાના બાર ગામના આદિવાસી ખેડૂતો દ્વારા ખોપી કરતલ ફાટક પાસે પુનઃ વન અધિકાર સત્યાગ્રહ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, તુષાર ચૌધરી, સંદિપ માંગરોલા, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, ધારાસભ્ય અનંત પટેલ, લીલાબેન વસાવા અને લોક સંઘર્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તમામ નેતાઓએ ભાજપ સરકારની નીતિઓની આકરી ઝાટકણી કાઢી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવાએ જણાવ્યું કે ચૈતર વસાવા જેલમાં હોવા છતાં આદિવાસીઓ એકલા નથી, સરકાર મંત્રીઓ મોકલી બાંહેધરી અપાવે છે પણ બીજા દિવસે જંગલ ખાતું ખેડૂતોને રોકે છે. જ્યારે શકુંતલાબેન વસાવાએ ઉમરપાડાના ખેડૂતોને પરમિશન અને સાતબારાના ખેડૂતોને રોકવા સામે સવાલ ઉઠાવતા કહ્યું કે છેલ્લા બે મહિનાથી બાર ગામના આદિવાસીઓ ખેતી વિના હેરાન થઈ રહ્યા છે.

App Store