VIDEO: રાજપીપળામાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ, ૬૬૭ને પદવી એનાયત
સોર્સ : gstv
નર્મદાના રાજપીપળા ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે ૬૬૭ સ્નાતકોને પદવી એનાયત કરાઈ અને ૨૪ ગોલ્ડ તથા ૨૩ સિલ્વર મેડલ સાથે ૪૭ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. રાજ્યપાલે વિદ્યાર્થીઓને પોતાના ગામમાં એકપણ બાળક અશિક્ષિત ન રહે તેવો સંકલ્પ લેવા અનુરોધ કર્યો, જ્યારે મુખ્યમંત્રીએ સ્નાતકોને શુભેચ્છાઓ પાઠવી. આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે રાષ્ટ્ર સેવામાં યોગદાન આપવા અપીલ કરી જણાવ્યું કે આદિજાતિ વિદ્યાર્થીઓ ITI થી IIT સુધી પહોંચ્યા છે. આ સમારોહ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે વાવડી ગામ ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

