VIDEO: "ચૈતર વસાવા જનતાને ઠગીને વિધાનસભા બન્યા છે", મનસુખ વસાવાએ AAP પર કર્યા પ્રહારો
સોર્સ : GSTV
નર્મદામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર આકરા પ્રહારો કરતા તેમને 'લોકોને છેતરનારા' ગણાવ્યા છે. મનસુખ વસાવાએ નિવેદન આપ્યું કે ચૈતર વસાવા જનતાને ઠગીને વિધાનસભા જીત્યા છે અને 'આલિયા-મવાલિયા' જેવા AAPના નેતાઓ વિકાસ કરી શકે નહીં. તેમણે ગંભીર આક્ષેપ કર્યો કે AAPના નેતાઓ TDO જેવા અધિકારીઓને ફોન કરી દિવાળી કરવા રૂપિયા માંગે છે. ચૈતર વસાવા પર 19 કેસ હોવાથી કોર્ટે તેમને તડીપાર કર્યા છે, સરકારે નહીં.

